સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષા પ્રત્યે જાગૃત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | સુરતમાં બીજા ગામથી પોતાનું પેટીયું રળવા આવતા ગરીબ મજુરોના બાળકો‌ જે સ્કુલમાં જઈ શકતા નથી તે બાળકો અક્ષરજ્ઞાનથી વંચિત રહી જાય છે તેવા ગરીબ બાળકો સુધી જઈ બાળકોને અક્ષરોથી પરિચિત કરાવવાનું અભિયાન ભરારી‌ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મુસ્કાન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત બાળકોને અભ્યાસની સાથે સ્વસ્થ શરીર અને તંદુરસ્ત મન માટેની સમજ તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય એ વિશે પણ તેમને જાગૃત કરવામાં આવ્યાં હતાં. ઝૂંપડપટ્ટીમાં રહેતા વાલીઓને પણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં હતાં અને વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા પર ભાર આપવામાં આ‌વ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...