તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક બાઉન્સ: વોરન્ટ રદ અરજીમાં મુદત પડતાં આરોપી જેલ હવાલે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચેક બાઉન્સમાં
દોઢ વર્ષની સજા


ચેક બાઉન્સના કેસમાં આરોપીને દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ ગવિયર ખાતે રહેતા અને ખેતીકામ કરતા અમીત પટેલે જમીન મકાનના કામકાજ સાથે સંકળાયેલાં આરોપી મહેન્દ્ર પટેલને ધંધાકીય કામકાજ માટે રૂપિયા 6.50 લાખ આપ્યા હતા. ઉઘરાણી બાદ આરોપીએ આપેલાં ચેક પરત ફરતા કેસ કોર્ટમાં ગયો હતો અને આરોપીને 13 લાખની રકમ ચૂકવવા ઉપરાંત દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

સુરત : ચેક બાઉન્સના કેસમાં આરોપી કોર્ટમાં હાજર ન હોય તેની સામે કોર્ટ દ્વારા જામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરાયું હતું. મુદત દરમિયાન આરોપીએ હાજર રહીને આ વોરન્ટ રદ કરવા માટે અરજી કરી હતી જેનો બચાવ પક્ષ દ્વારા વિરોધ કરાતાં કોર્ટે મુદત પાડી આરોપીને જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. ફરિયાદી સુખદેવ જીઓ ક્રીએશનના નામથી ધંધો કરે છે તેઓએ આરોપી પિયુષને સાડીનો જથ્થો આપ્યો હતો જેના પેમેન્ટ પેટે આપેલો ચેક પરત ફરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આરોપીને લાજપોર જેલ મોકલી અપાતા આગામી સુનાવણી 16મી માર્ચે 2020ના રોજ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો