તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક બાઉન્સ કેસ ઃ આરોપીને 1 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિત્ર પાસેથી લીધેલાં રૂપિયા પાંચ લાખ પરત કરતી વખતે આપેલાં ચેક બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીને એક વર્ષની સજા, રૂપિયા 10 લાખનો દંડ અને દંડની રકમમાંથી રૂપિયા 9.75 લાખ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ મુખત્યાર શેખ અને સમીરખાન, યાહ્યા શેખે દલીલ કરી હતી.

કેસની વિગત મુજબ ફરિયાદી રાજબલીસિંગ ભદોરિયાએ પોતાના મિત્ર અમિતકુમાર પટેલને રૂપિયા 5 લાખ હાથ ઉછીના આપ્યા હતા. ઉઘરાણી બાદ આરોપીએ જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થતાં વર્ષ 2010માં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જયાં દલીલો બાદ આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...