તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૈલાસનગર જૈન સંઘમાં તપસ્વી આચાર્ય ચંદ્રરત્નસાગરસૂરિજીની શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત । બંધૂબેલડી આચાર્ય જિનચંદ્રસાગરસૂરિ અને હેમચંદ્રસાગરસૂરિની નિશ્રામાં કૈલાસનગર જૈન સંઘમાં 245 ઓળીની આરાધના કરનાર આચાર્ય ચંદ્રરત્નસાગરસૂરિ મહારાજની શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે આચાર્ય નરદેવસાગરસૂરિ, જિતરત્નસાગરસૂરિ, સાગરચંદ્રસાગરસૂરિ, અજિતયશસૂ અને મુનીશરત્નસૂરિ મહારાજ સહિત ભગવંતોએ ઉપસ્થિત રહી અનુમોદના કરી હતી. 4 હજાર જેટલાં શ્રાવકોએ ઉપસ્થિત રહી તપસ્વી ગુર ભગવંતની અનુમોદના કરી હતી. તેની સાથે તમામે ગુરૂ ભગવંત 300 ઓળી જલદી પૂર્ણ કરે તેવી શુભેચ્છા આપી હતી. આચાર્ય નરદેવસાગરસૂરિએ કહ્યું કે, તપસ્વી આચાર્ય આરાધનાની સાથે સેવામાં પણ પ્રથમ છે. તેની સાથે સરળતાના ભંડાળ અને જિન શાસનનું ગૌરવ છે.

અન્ય સમાચારો પણ છે...