તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બરની ચૂંટણી: બે ઉમેદવારોએ કાર્યાલય ખોલ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચેમ્બરની ઉપપ્રમુખ પદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, આવતાં રવિવારે સરસાણા ખાતે ચૂંટણી આયોજિત થશે. ત્યારે તા.14મી એપ્રિલે ઉપપ્રમુખ માટેના બંને ઉમેદવાર દિનેશ નાવડિયા અને સી.એ. મિતિશ મોદીએ અનુક્રમે ઘોડદોડ રોડ અને પાર્લે પોઈન્ટ ખાતે કાર્યલયોની શરૂઆત કરી દીધી છે. સી.એ. મિતિશ મોદીના કાર્યલયના ઉદ્દઘાટન માં સરકારી આગેવાનોએ હાજરી આપી થનારી ચૂંટણીમાં તેમને સમર્થન પૂરું પાડ્યું છે. જ્યારે શનિવાર સુધી ફોર્મ પરત ખેંચનારા 9 પૈકી 5 સી.એ. મિતિશ મોદી જ્યારે 4 ઉમેદવારે દિનેશ નાવડિયાનું સમર્થન નોંધાવ્યું છે. ચેમ્બરની ચૂંટણીમાં હાલ દિનેશ નાવડિયા, મિતિશ મોદી, નીતિન ભરુચા, સુનિલ જૈન, આશિષ ગુજરાતી અને ભદ્રેશ શાહ મેદાનમાં રહ્યા છે. જોકે તા.17મી એપ્રિલ સુધી આ પૈકી 3 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લે તેવી શક્તાં ચેમ્બરના તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...