તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડોર સ્ટેડિયમમાં 12 જાન્યુ.એ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
12 મી જાન્યુઆરી રવિવારના રોજ રાષ્ટ્રિય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે સુરતની ભારત સેવા સંવાદ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવીને અન્યો માટે રોલ મોડલ બનનારા 12 વ્યકિતઓને નેશનલ યુથ ડે એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવશે.

ભારત સેવા સંવાદના સંસ્થાપક અજય ચૌધરીએ જણાવ્યું હતું કે 2017થી આ ક્રાયક્રમનું આયોજન કરીએ છે. રાષ્ટ્રિય યુવા દિવસ પર દેશની 12 યુવા પ્રતિભાઓનું સન્માન કરીએ છે. તેમાં 9 વર્ષથી લઈને 70 વર્ષના પ્રતિભાઓનું સન્માન કરીએ છે.આ એવી પ્રતિભા હોય છે કે જેઓ પાસેથી બીજા પ્રેરણા લઈ શકે છે. જેમાં ઓછી ઉંમર અને ઓછા સમયમાં સફળતા મેળવનારાઓથી લઈને જેઓ લાંબા સમય સુધી સંબંધત ક્ષેત્રમાં સક્રિય રહીને બીજાઓને પ્રેરણા આપે એવા લોકો છે. આ પ્રસંગે રાઇઝીંગ સ્ટારની રનર અપ ગાયિકા મૈથિલિ ઠાકુર અને ઓએમજી એરિઅલ એક્ટનો ડાન્સર બિવાશ સરકાર પરફોર્મ કરશે.યુથ આઈકોન શરદ વિવેક સાગર યુવાઓને માર્ગદર્શન આપશે.

જેમનું સન્માન થવાનું છેતેમાં બેસ્ટ સેલર ઓથર ડો.રાધાક્રિષ્ણન પિલ્લઈ, પદ્મશ્રી સુધા વરઘીસ, પુર્વ ઇન્ડિયન આર્મી ઓફિસર કર્નલ ડી. પી. કે. પિલ્લાઈ, આઈએએસ ઓપિસર આર્મસ્ટ્રોંગ પામે, વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયન તજામુલ ઇસ્લામ, જર્નલિસ્ટ શિવાંગી ઠાકુર, મિસ ટીન ઇન્ટરનેશનલ-19 આયુષી ધોલકિયા, યંગેસ્ટ ઉદ્યોગસાહસિક તિલક મહેતા, યંગેસ્ટ હેડ માસ્ટર બાબર અલી, એથીકલ હેકર મનન શાહ, ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડલેવાલા અને પર્યાવરણ વિદ રાજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમને નીહાળવા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવાયું છે. જેથી જેમણે પણ ભાગ લેવો હોય તેઓ પ્રવેશ પાસ મેળવી લે. પ્રવેશનો પ્રારંભ બપોરે 2.30 કલાકથી શરૂ કરાશે અને 3 કલાકે બંધ કરી દેવાશે. ત્યારબાદ કોઈને પ્રવેશ અપાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો