તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSEએ ધો.10ની મોડલ આન્સરશીટ જાહેર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મોડલ આન્સરશીટ જાહેર કરી છે. અહીં ગયા વર્ષના જે તે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી હોય અને તેમાં સૌથી સારા માર્કની સાથે સારા જવાબ જે પણ વિદ્યાર્થીઓએ લખ્યા છે. તેની આન્સરશીટને મોડલ આન્સરશીટ કહેવાય છે. આ મોડલ આન્સરશીટથી વિદ્યાર્થીઓએ સવાલના જવાબ કઈ રીતે લખ્યા છે અને બોર્ડે કઈ રીતે માર્ક આપ્યા છે. તે માહિતી મોડલ આન્સરશીટથી હાલની ધોરણ-10ની પરીક્ષા અપાવનારા વિદ્યાર્થીઓને જાણી શકશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ કયા ટોપીકના જવાબ લખવાથી સૌથી વધારે માર્ક મેળવી શકે છે. તે જાણી શકશે અને ધોરણ-10ની પરીક્ષા આપીને તે મુજબ જવાબ લખીને સૌથી સારા માર્ક મેળવી શકશે. સ્કૂલના વિદ્યાર્થીઓ મોડલ આન્સરશીટ મેળવી શકશે. સીબીએસઈએ અંગ્રેજી, હિન્દી, મેથ્સ, સાયન્સ અને એસએસ એમ 5 વિષયોની મોડલ આન્સરશીટ વેબસાઇટ પર અપલોડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...