કોઝવેનું લેવલ 4.58 મીટર: ઉકાઇ ડેમમાંથી 11 MCM પાણી છોડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિયર કમ કોઝવેના લેવલમાં સતત ઘટાડો થઇ રહ્યો છે! શનિવારે લેવલ 4.58 મીટર પહોંચી જતાં ઉકાર ડેમમાંથી 11 એમસીએમ પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેની અસર આગામી 24 કલાકમાં વિયર કમ કોઝવેમાં દેખાશે. શનિવારે સાંજે 5 કલાકે કોઝવેની સપાટી ઘટીને 4.58 મીટરે પહોંચી ગઇ હતી. પાલિકા દ્વારા સિંચાઇ વિભાગ પાસે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરાઇ હતી. ઉકાઇમાંથી 11 એમસીએમ પાણી છોડવાનું શરૂ કરાયું છે. શહેરમાં દૈનિક 2 એમસીએમ પાણીની જરૂરિયાત છે. 11 એમસીએમ પાણી આવવાથી આગામી 5 દિવસ પાણીની તકલીફ નહીં પડે એવો દાવો પાલિકાના હાઇડ્રોલિક વિભાગે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...