પુણા દારૂ ભરેલી બલેરો સાથે 1ને પકડી પાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : કડોદરા તરફથી આવતી મહેન્દ્રા બલેરો નં. જીજે-20-એક્સ-0421માં દારુનો જથ્થો આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે કડોદરા સુરત રોડ પર ગણપતકાકા ગોટાવાળાની દુકાન પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી પસાર થતી બલેરોને અટકાવી તપાસ કરતા તેમાંથી પરપ્રાંતિય બનાવના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.3 લાખની કિંમતની બલેરો અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.3,31,400નો મુદ્દામાલ કબજે લઇને ચાલક દિનેશગીરી અમરગીરી ગોસ્વામી (રહે, પુણા)ની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...