તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીફ પેટ્રન અને લાઈફ મેમ્બરમાં ઉમેદવારો તટસ્થ, 29મીએ ચૂંટણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ(એસજીસીસીઆઈ)દ્વારા તા.29મી માર્ચે થનારી નવી ટર્મના મેનેજીંગ મેમ્બરની ચૂંટણી માટે અધિકૃત ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ચીફ પેટ્રન કેટેગરીમાં 10 બેઠક સામે 13 ઉમેદવાર અને લાઇફ મેમ્બરની 44 બેઠકો સામે 66 ઉમેદવારો બચતા 29 માર્ચે ચુંટણી યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના અત્યાર સુધીના ઈતિહાસમાં મેનેજીંગ સભ્યોનું ઈલેકશન નહીં પરંતુ સિલેકશન જ થતું આવ્યું છે. જોકે, છેલ્લાં બે વર્ષથી નવા ઉમેદવારોને સ્થાન અપાવવા ચેમ્બરના કહેવાતા બંન્ને ગ્રુપો દ્વારા એડીચોટીનું જોર લગાડાતું હોઈ છે. જોકે, આ વખતે પણ ચૂંટણી ટાળવા માટે ચેમ્બરના બંન્ને જુથોએ મળીને લાઈફ મેમ્બરની કેટેગરીમાં કુલ 44 સભ્યો સામે 44 નામોની પસંદગી કરી હતી. તેમ છતાં લાઈફ મેમ્બરની કેટેગરીમાં તટસ્થ ઉમેદવારોએ બળવો કરી પોતાની ઉમેદવારી ચાલુ રાખતા હવે આ કેટેગરીમાં 44 બેઠકો સામે 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે પેટ્રન વિભાગની 6 બેઠક માટે 10 ઉમેદવારો હતા પરંતુ 4 ઉમેદવારોએ આખરે ઉમેદવારી પરત ખેંચતા આ કેટેગરી બિનહરીફ થઇ છે. તે પ્રમાણે જ હવે ચીફ પેટ્રનમાં 10 બેઠકની સામે 13 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. જેને લઈને તા.29મીએ ચૂંટણી નિશ્ચિત રહેશે.

નવા 262 સભ્યો મતદાન કરી શકશે નહીં

ચેમ્બરની મેનેજીંગ કમિટીની ચુંટણીના ઉમેદવાર સંજય ઇઝાવાએ ઓફિસ બેરર્સ અને ચેમ્બરની ઈલેકશન કમિટીને લીગલ નોટીસ પાઠવી15 જાન્યુઆરી 2020 પછી જે નવા મેમ્બર બન્યા છે, તેવા 262 નવા સભ્યોને નિયમ મુજબ મતદાનથી દૂર રાખવા નોટીસ આપી હતી. શનિવારે ચેમ્બરે મતદાર યાદી જાહેર કરી છે. તેમાં 262 મતદારો ચાલુ વર્ષે મતદાન કરી શકશે નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો