તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સી.એ. મિતિશ મોદીની ચૂંટણી લડવા જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1લી એપ્રિલે ચેમ્બરના ઉપપ્રમુખ પદના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની વિધિ શરૂ થતાની સાથે જ ઉદ્યોગ જગતમાં ગરમાટો જામ્યો છે. ઉપપ્રમુખ પદ માટેના 16 ઉમેદવારો પૈકી ટેક્સટાઈલ માંથી આશિષ ગુજરાતી, ડાયમંડ ઉદ્યોગ માંથી દિનેશ નાવડિયા અને ચેમ્બરના હાલના સત્તાધારી પક્ષમાંથી મૃણાલ શુક્લનું નામ સિરિયસ ઉમેદવાર તરીકે ચાલી રહ્યું હતું. ત્યારે શુક્રવારે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સી.એ. મિતિશ મોદીનું નામ સામે આવતા વાતાવરણ ગરમાયું છે.

ચેમ્બરમાં ઉપપ્રમુખની પસંદગી છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી થકી જ થતી આવી છે. આ વર્ષે પણ ચૂંટણી દ્વારા જ ઉપપ્રમુખ પદ માટેના નામની પસંદગી થાય તેવો માહોલ સર્જાયો છે. 16 ઉમેદવાર પૈકી એક પણ ઉમેદવારે હજી સુધી પોતાની ઉમેદવારી માંથી નામ પાછા લીધા નથી. અત્યાર સુધી આશિષ ગુજરાતી, દિનેશ નાવડીયા, મૃણાલ શુકલા અને નિતિન ભરૂચાને સિરિયસ ઉમેદવાર માનવામાં આવતા હતા. જોકે શુક્રવારે સી.એ. મિતિશ મોદી તરફથી પણ ચૂંટણી લડી લેવાની તૈયારી બતાવવામાં આવતા સિલેક્શન માટે ચાલી રહેલા તમામ પ્રયાસો ઉપર પૂર્ણવિરામ મુકાયું છે. આ અંગે ઉપપ્રમુખ પદના દાવેદાર મિતીશ મોદી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો તેમજ મારા પ્રોફેશનના મિત્રો તરફથી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણી લડવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

આશિષ ગુજરાતી અથવા દિનેશ નાવડિયામાંથી એકને ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા મીટિંગ મળી
શુક્રવારે બપોરે ચેમ્બરના ચાણક્ય બની બેઠેલા માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલે પોતાના કેમ્પના આગેવાનની મીટીંગ બોલાવી હતી. ટેક્સટાઈલના આગેવાનો સહિત ફોસ્ટા, ફોગવાના પ્રમુખ અને ઉપપ્રમુખના બન્ને ઉમેદવાર એવાં આશિષ ગુજરાતી અને દિનેશ નાવડિયા મળીને કુલ 18 જણાએ મીટીંગમાં હાજરી પુરાવી હતી. મીટીંગમાં આ વર્ષે દિનેશ નાવડિયાને અને આવતા વર્ષે આશિષ ગુજરાતીને ઉપપ્રમુખ બનાવવાની ફૉર્મ્યુલા મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...