તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલ્ડરનું એપાર્ટ. બે વાર તોડાવાયું છતાં કોર્પોરેટર કપિલાએ લાંચ માંગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના લાંચીયા મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેનો પતિ પલ્કેશ પટેલ જે બિલ્ડર પાસેથી 50 હજારની લાંચમાં ભેરવાયા છે. તે બિલ્ડરના એપાર્ટમેન્ટનું અગાઉ બે વખત પાલિકાએ કોર્પોરેટરોની ફરિયાદને કારણે ડિમોલીશન કર્યુ અને તેમાં લાખોનું નુકશાન થયું હતું. જેમાં પહેલીવાર ડિમોલીશન થયું તેમાં કોર્પોરેટરના સગાની ભૂમિકા તો બીજી વખતના ડિમોલીશનમાં મહિલા કોર્પોરેટરની ભૂમિકા હતી.

છ મહિના પછી બિલ્ડરે પાછું બાંધકામ કર્યુ, જેથી બિલ્ડરની વિરૂધ્ધમાં પહેલા લિંબાયત ઝોનના ઓફિસરોને 10 વખત મૌખિક ફરિયાદ કરી હતી. રૂપિયા ન આપતા છેવટે કપીલા પટેલએ બિલ્ડરના વિરુધ્ધ પાલિકામાં અરજી કરી હતી. આ અરજી પછી છેલ્લા 6-8 મહિનાથી કપીલા અને તેનો પતિ બિલ્ડરને હેરાન પરેશાન કરતા હતા. જેથી કંટાળીને બિલ્ડર કંટાળીને એસીબીમાં ફરિયાદ કરી હતી. હાલમાં દંપતી ફરાર છે. એસીબીની ટીમ તેમને શોધવા માટે કવાયત કરી રહી છે.

લાંચ લેનાર કપિલા.

નવા બાંધકામો પર પતિ પલ્કેશ નજર રાખી પાલિકાના ઓફિસરોને ફરિયાદ કરતો હતો
કપીલા અને પલ્કેશ પોતાના વિસ્તારમાં મોટેભાગે બાંધકામની સાઇડો પર ધ્યાન આપતા હતા એટલું જ નહિ નવું બાંધકામ થતું હોય અને તેમાં પાલિકાની પરવાનગી ન લીધી કે પછી અન્ય કોઈ નિયમનનો ભંગ કર્યો હોય તેવા બાંધકામોમાં પહેલા મૌખિક પાલિકાના ઓફિસરોને ફરિયાદ કરતા હતા. જેમાં ઓફિસરો પણ જેનું બાંધકામ હોય તેના કાને વાત નાખીને તેને કોર્પોરેટરની ફરિયાદ આવી છે તેવું કહી દેતા હતા. ત્યાર પછી બાંધકામ કરનાર કોન્ટ્રાકટર કે બિલ્ડર કપીલાને મળવા જાય તો તેનો પતિ જાણે પોતે કોર્પોરેટર હોય તેવી રીતે ડમ મારી વ્યવહાર ન કરે તો પત્નીના લેટરપેડથી પાલિકામાં અરજી કરે છે.

અન્ય સમાચારો પણ છે...