તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણને નુકાશાનથી બચાવવા વાંસ, અને ટાયરનું બેઠક બનાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ફેક્લ્ટી ઓફ આર્કિટેક્ચર, સ્કેટ તથા સાર્વજનિક સ્કૂલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈન, સ્કેટના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના વાર્ષિક વિદ્યાર્થી ઉત્સવ ‘સયુક્ત’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના મનોરંંજન સાથે જ્ઞાન અને આવડતોમાં વધારો કરતી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આર્કિટેક્ટ્સના પ્રેઝેન્ટેશન અને સાંસ્કૃતિક કરવામાં આવી હતી. ઉત્સવની શરૂઆત કોલેજના કેમ્પસના નવીનીકરણથી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન થાય એ અભિગમ રાખી વાંસ, ઈંટ, ટાયર જેવા મટીરિયલ્સ વાપરીને કોલેજના કેમ્પસ સાથે સુસંગત થતી બેઠક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું હતું.

પેઈન્ટિંગ વર્કશોપ અંતર્ગત આર્કિટેક્ટ કૃતિ શેયના માર્ગદર્શન હેઠળ કોલેજના બિલ્ડિંગની દીવાલોને નવા વિષય વસ્તુવાળા પેઈન્ટિંગથી શણગારવામાં આવી હતી. સ્કિલ ડેવલપમેન્ટ માટે કુંજન ગોસ્વામી દ્વારા વૂડ કાર્વિંગ વર્કશોપ તથા પર્યાવરણ સંવેદનશીલતા વધારવા માટે સ્નેહલ શાહ દ્વારા ક્લાયમેટ રિસપોન્સિવ બિલ્ડિંગ ડિઝાઈનના વર્કશોપ થયાં હતાં. વિદ્યાર્થીઓને આર્કિટેક્ચર વ્યવસાયનું વ્યાવહારિક માર્ગદર્શન તથા ઉત્તમ કામ કરવાની પ્રેરણા આપવા માટે મુંબઈના આર્કિટેક્સ સમીરા રાઠોડ, ગોવાના ડીન.ડી.ક્રૂઝ, પૂણેના સંજય પાટીલ તથા સુરતના સ્નેહલ શાહે પોતાના વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રેઝેન્ટેશન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો