તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતરાઈ બહેનના પ્રેમી પર ભાઈનો બીજી વાર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગણપોરમાં વિજયરાજ સર્કલ પાસે આઠેક જણાએ એક યુવક પર લોખંડના પાઈપ અને બેઝબોલના બેટથી હુમલો કરીને હત્યા કરવાની કોશિષ કરી હતી. આરોપીઓ પૈકી એક આરોપીની પિતરાઈ બહેન સાથે ઇજા પામનાર યુવકનો પ્રેમ સંબંધ હતો તેની અદાવત રાખીને હુમલો કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સિંગણપોરમાં ન્યુ ત્રિવેણી સોસાયટીમાં રહેતો રજનીકાંત જેઠાભાઈ મારૂ ડ્રાયવર તરીકેનું કામ કરે છે. એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ છે. જેની સાથે પ્રેમ સંબંધ છે તેના પિતરાઈને આ સંબંધથી વાંધો હતો. આ માટે રજનીકાંતનો યુવતીના પિતરાઈ ભાઈ જયેશ ઉર્ફ રાક્ષેસ સાથે ઝગડો થયો હતો. તેની અદાવતમાં શનિવારે રાત્રે જયેશ તેની સાથે રિક્ષા અને મોટર સાઈકલ પર બીજા આઠેક જણાને લઈ ગયો હતો. સિંગણપોરમાં વિજયરાજ સર્કલ પાસે જયેશ અને તેન સાગરીતોએ લાખંડના પાઈપ અને બેઝબોલના બેટથી રજનીકાંત પર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરવાની કોશિષ કરી હતી. રજનીકાંતને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રજનીકાંતે જયેશ અને તેના સાગરીતો વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ જયેશે રજનીકાંત પર કતારગામ વિસ્તારમાં હુમલો કર્યો હતો. તે વખતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...