તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં જ્યુસ પીતા પડી ગયેલી 56 વર્ષીય મહિલાને બ્રેન હેમરેજ, બ્રેનડેડ થતાં કિડની, લિવર, ચક્ષુ દાન કરી 5ને નવજીવન આપ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય બ્રેઈનડેડ થયેલી મહિલાના અંગોનું તેના પરિવારે દાન કરી પાંચ વ્યકિતઓને નવજીવન આપી માનવતા મહેકાવી છે. મહિલાને બ્રેઈનડેડ જાહેર કરાતા તેમની ઈચ્છા પ્રમાણે પરિવારે કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કર્યુ.

ભેસ્તાનની જાનકી પાર્ક સોસાયટીના દિપીકાબેન રાજેન્દ્રભાઈ અગ્રવાલ 8 જાન્યુઆરીએ ઘરે જ્યુશ પી રહ્યા હતા તે દરમિયાન ચક્કર આવતા પડી ગયા હતા. જેથી તેમના માથામાં ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાના બ્રેનમાં હેમરેજ અને લોહીનો ગઠ્ઠો જામ્યો હોવાનું સામે આવ્યું હતું. ક્રેનીયોટોમીથી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. 10 જાન્યુઆરીએ દિપીકાબેનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

દિપીકાબેન અગ્રવાલ

અંગદાનથી અન્યોને નવજીવન આપવામાં આવે તેવી ઈચ્છા હતી
બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારને અંગોના દાન માટે સમજાવવા ગયેલી ડોનેટ લાઈફની ટીમને પરિવારજનોએ જણાવ્યું હતું કે દિપીકાબેન અવારનવાર અંગદાન અંગેના સમાચાર વાંચતા હતા. ત્યારે દિપીકાબેન હંમેશા કહેતા હતા કે, જો હું બ્રેઈનડેડ થાવ તો મારા અંગોનું દાન કરી દેજો અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપજો. જેથી પરિવારજનોએ તેમની ઈચ્છા પ્રમાણે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યુ હતું.

કિડની-લિવરનું 3 વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
પરિવાર દ્વારા સંમતિ આપવામાં આવતા અમદાવાદની કિડની હોસ્પિટલે કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. અમદાવાદની કિડની હોસ્પિટલમાં બંને કિડની અને લિવરને ત્રણ વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ અંગદાનથી દિપીકાબેને પાંચ લોકોને નવજીવન આપ્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 355 કિડની, 143 લિવર, 7 પેન્ક્રીઆસ, 25 હૃદય, 4 ફેફસાં અને 260 ચક્ષુઓ કુલ 794 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 730 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો