તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્માકુમારી: મહાશિવરાત્રીએ 1થી 5 માર્ચ ચૈતન્યદેવીની ઝાંખી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના બ્રહ્માકુમારી કેન્દ્રો દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેમાં કતારગામના ઇશ્વરીય વિદ્યાલયમાં દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, વ્યસનુમુક્તિ મંડપ, ચૈતન્યદેવીઓની ઝાંખી અને પરમાત્મ અનુભૂતિ દર્શન કરાવવામાં આવશે. જ્યારે મજૂરાગેટ ખાતેના કેન્દ્રમાં શિવપરમાત્માની ઝાંખી, જ્યોતિર્લિંગ દર્શન અને વિશ્વનવનિર્માણ દિનની ઝાંખી કરાવાશે.

બ્રહ્માકુમારીના આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાય છે. આ અંગે બી.કે.સોનલે કહ્યું કે, મહાશિવરાત્રી પર્વ બાબા શિવના અવતરણનો પ્રસંગ છે. આથી તમામ કેન્દ્રોમાં તેની ધામધૂમથી ઉજવણી કરાય છે. આત્માઓનો આર્તનાદ સાંભળીને સર્વ માનવોના કલ્યાણ અર્થે પરમપિતા શિવનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ભારત ભૂમિ પર તેમના દિવ્ય અવતરણની સ્મૃતિ આજે પણ આપણામાં સચવાયેલી છે. બાબા શિવે રાજયોગ આપ્યો છે. રાજયોગ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલનનો અવસર. આ સ્મૃતિને મહાશિવરાત્રીના સ્વરૂપે આપણે જીવંત કરીએ છીએ.

કતારગામના આંબાતલાવડી કેન્દ્ર દ્વારા સ્વામીનારાયણ નગરમાં 1થી 5 માર્ચ પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બાબા બર્ફાનીનું ભવ્ય શિવલિંગ, વાત કરતો 20 ફૂટનો કુંભકર્ણ, નવ ચૈતન્યદેવીઓની ઝાંખી, બાર જ્યોતિર્લિંગ દર્શન, વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અને પરમાત્મ અનુભૂતિના દર્શનના કાર્યક્રમો યોજાશે. સમગ્ર આયોજનને સત્યમ, શિવમ, સુંદરમ, દિવ્ય દર્શન નામ અપાયું છે. જ્યારે બ્રહ્માકુમારીના મજૂરાગેટ કેન્દ્રમાં 3થી 8 માર્ચનો કાર્યક્રમ યોજાશે. જેમાં રવિવારે સાંજે 6.30 કલાકે પાંજરાપોળ ટ્રસ્ટ પ્લોટ, ભટાર રોડ ખાતે પ્રારંભ. 6,7 અને 8 માર્ચે રાજયોગ અનુભૂતિ શિબિર મજૂરાગેટ કેન્દ્ર અને વેસુના સોમેશ્વરા એન્કલેવમાં સાંજે 5થી 6 કલાક દરમિયાન રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો