પુસ્તકો જીવન જીવવાનો અંદાજ બદલી નાંખે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાચકના અભિપ્રાય

વાંચક 1 | સમૂહ પુસ્તક વાંચનમાં આવવાથી ખબર પડી કે ફ્રી સમયમાં લોકો માત્ર મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા નથી પણ આવા સેશનમાં પણ જોડાય છે અને પોતાના જીવનને સુંદર બનાવવાના પ્રયત્નો કરે છે. મેં જ્યારથી સમૂહ બુક વાંચનામાં આવવાનું શરૂ કર્યું ત્યારથી મારી મોબાઇલની ટેવ છૂટી ગઈ છે અને હવે અમે આખો પરિવાર સાથે બેસીને રાત્રે બુક વાંચીએ છીએ.’

વાંચક 2 | સમૂહ પુસ્તક વાંચનમાં વાંચનની સાથે સાથે વાચકોના રીવ્યુ લેવામાં આવે છે. તેનાથી જે નવા નવા પુસ્તકોની ઓળખ થાય છે તે ખૂબ ઉપયોગી થઈ પડે છે.’

સમુહ વાચનથી મોબાઇલની ટેવ છૂટી


વક્તા હિમાંશુ સાણંદિયાએ કહ્યુ હતું કે, સજાગ કે અસજાગ રીતે આપણે જે જોઈએ, જે જાણીએ, જે સાંભળીએ, જે અનુભવ થાય તે દરેક બાબત આપણા વર્તન અને વિચારમાં એક ચોક્કસ અસર ઉભી કરે છે. જે આપણા વર્તન દ્વારા એક્સપ્રેસ થતી હોય છે. આપણે ખૂબ જ આત્મવિશ્વાસુ કે સાહસિક વ્યક્તિ હોય ત્યારે આપણે એને લગતી સાહસિક વાર્તા વાચીયે, ફિલ્મ જોઈએ કે સાહસિક કાર્ય કરીએ તો આપણો એ પાસો વધારે મજબૂત થાય છે. પુસ્તક વાંચવાથી જ્ઞાનમાં વધારો થાય છે તેમજ જીવને જીવવા તેમજ તેને જીવાનો નજરિયો બદલયા છે.’

BOOK POWER

સિટી રિપોર્ટર . સુરત

જે.ડી.ગાબાણી પુસ્તકાલય ખાતે સમુહ પુસ્તક વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વાંચકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એ સાથે જ હિમાંશુ સાણંદિયાએ નિયમિત વાંચનના ફાયદા તેમજ એનું મહત્તવ સમજાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...