તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બમરોલી વોર્ડ ઓફિસમાં સફાઇકર્મી મહિલાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બમરોલીની વોર્ડ ઓફિસમાં ગુરુવારે સવારે મહિલા સફાઈ કામદારે વધુ પડતી દવાઓની ટીકડીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અન્ય મહિલા સફાઈ કામદારે અધિકારીને ખોટી ફરીયાદ કર્યા બાદ અધિકારીએ ઈન્કવાયરી બેસાડવાની ધમકી આપતા મહિલાએ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉધના પટેલ નગર ખાતે રહેતા વૈશાલીબેન કિશનભાઈ જાદવ(38) પાલિકાની બમરોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે સવારે તેમની સાથે વોર્ડ ઓફિસમાં કામ કરતી અન્ય મહિલા કર્મચારીએ તેમના વિરુધ્ધ સેનેટરી ઇનસ્પેક્ટરને ફરીયાદ કરી હતી અને ગાળ આપી હોવાના આક્ષેપ કર્યા હતા. જેથી વૈશાલીબેને પોતે ગાળ ન બોલ્યા હોવાનું અધિકારીઓને જણાવ્યું હતું. પરંતુ અધિકારીઓએ પણ તેમનો પક્ષ સાંભળ્યો ન હતો અને હવે પછી ઈન્કવાયરી ડિપાર્ટમેન્ટનો તમારે સામનો કરવો પડશે તેવું કહ્યું હતું. જેથી વૈશાલીબેને ડિપ્રેશનમાં આ‌વી ગયા હતા અને વોર્ડ ઓફિસમાં જ વધુ પડતી દવાઓની ટીકડીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...