બોલીવૂડ મ્યુઝિક ડિરેક્ટર આનંદ-મિલિંદ સુરતીઓને એમના મ્યુઝિક પર ઝુમાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરી પાન મસાલા અને કૃષ્ણા એક્ઝિક્યુટિવ પ્રસ્તુત, દિવ્ય ભાસ્કરના સહયોગથી સુરમયી નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ, સુરત ડુમસ રોડ ખાતે યોજાશે,જેમાં સુરતમાં પહેલીવાર 90ના દશકના ફેમસ મ્યુઝિક ડિરેક્ટર ડ્યુઓ આનંદ-મિલિંદ સતત નવ દિવસ સુધી એમના બેન્ડ અને સિંગર્સ સાથે સુરતી ખેલૈયાઓને ગરબાના તાળે ઝુમાવશે. સુવર્ણભૂમિ સુરતનો એકમાત્ર પિલરલેસ ડોમ છે જેમાં કુશન કાર્પેટિંગ પર ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી શકશે. ખેલૈયાઓ મનમુકીને ગરબાની મજા માણી શકે એ માટે ડોમને સંપૂર્ણ રીતે એર કન્ડીશનિંગ વાળું બનાવવામાં આવ્યું છે. વરસાદી વાતાવરણને જોત સુરતીઓની નવરાત્રિ નહીં બગડે એ માટે ઇન્ડોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિમાં ખેલૈયાઓ ફક્ત ગરબાની મજા જ નહીં માણશે પરન્તુ રાસ રમવાની સાથે-સાથે દરરોજ 70 થી વધુ ઈનામો પણ જીતી શકશે, જેમાં ડાયમંડ ઇયર રિંગ્સ, મોપેડ અને એલઈડી જેવા ઈનામો સામેલ છે. તો તૈયાર થઈ જાવ આ નવરાત્રિએ ગરબાની રમઝટ બોલાવવાની સાથે-સાથે ઘણા બધા ઈનામો જીતવા માટે.

ડોમ વિશે વધુ માહિતી

સ્થળ |
સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ, ડુમસ રોડ

સમય | સાંજે 7.30 વાગ્યે

બેન્ડ | આનંદ- મિલિંદ,

બોલીવૂડ મ્યુઝિક ડિરેક્ટર

સંપર્ક : 93289 00191, 90990 10740

અન્ય સમાચારો પણ છે...