તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ બિલિંગ કૌભાંડ : IC કોડ રૂ. 2-2 લાખમાં વેચાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યૂ રિપોર્ટર | સુરત : દેશના વિવિધ પોર્ટ પરથી આચરવામાં આવેલાં રૂપિયા 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં હવે નવો ધડાકો થયો છે. રૂપિયા બે-બે લાખમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કોડ ખરીદ્યા હતા. ડીઆરઆઇની તપાસ દરમિયાન બહાર આવ્યુ છે કે ઉત્તર પ્રદેશના બેરોજગાર યુવાનોના નામે આઇસી કોડ ખરીદ્યા છે. અધિકારીઓ શહેરના એ ભેજાબાજોને શોધી રહી છે જેઓએ અન્યોના નામે આઇસી કોડ ખરીદીને કાગળ પર એક્સપોર્ટ બતાવ્યુ છે. સમગ્ર ઘટનામાં શહેરના એક ફાયનાન્સરનું નામ ઉછળ્યું છે જેણે IGSTના ચેક વટાવ્યા છે.

કાગળ પર જ બોગસ એક્સપોર્ટ બતાવીને IGST રિફંડ હડપ કરવાના સમગ્ર ખેલમાં વર્ષોથી નિકાસ સાથે સંકળાયેલાં અને પંકાયેલાંઓ સક્રિય થયા હતા અને એવા લોકોના નામે આઇસી કોડ મેળવી લીધા હતા જેઓ બેકાર હોય અને દર મહિને 4-5 હજાર લઇને ડોક્યુમેન્ટ આપતા હોય. સુરતના કૌભાંડીઓ માટે આ કામ ઉત્તર પ્રદેશના ગાજીપુરના વતની જયશંકર દુબેએ કર્યું હતુ. તેણે 160 જેટલાં આઈસી બનાવી આપ્યા હતા.

કોણે-કોણે IC કોડ બનાવ્યા
બેકાર અને મજૂર વર્ગના નામે આઇસી કોડ બનાવવામાં આવ્યા હોવાનું ડીઆરઆઇની તપાસ દરમિયાન સામે આવ્યુ છે. સૂત્રો સુરતના સંજય, પલ્લા, કાદીર, ચક્કી, રાજીવ, રીયાઝ, મોહન, સિંઘી સહિતનાઓએ જયશંકર દુબે પાસે IC કોડ બે-બે લાખમાં ખરીદ્યા હતા. ટૂંક સમયમાં ડીઆરઆઇ અને ડીજીસીઆઇજીએસટી તમામ કૌભાંડીઓ ફરતે ગાળિયો કસશે.

અન્ય સમાચારો પણ છે...