તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

80 ટકાથી ઓછી હાજરીવાળા બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.10 અને 12માં 80%થી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષામાં બેસવા દેશે નહીં. જોકે, વિદ્યાર્થીની ઓછી હાજરી મામલે શાળા પાસે યોગ્ય કારણ અને પુરાવા હશે તો 15મી ફેબ્રુઆરી 2020 સુધીમાં શિક્ષણ બોર્ડને દરખાસ્ત કરી શકશે.

બોર્ડ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી હોલ ટિકિટ આપશે. જો કે, તે પહેલા જ બોર્ડે શાળાઓને તાકીદ કરી છે કે, પહેલા સત્રના પહેલા દિવસથી 15 ફેબ્રુઆરી, 2020 સુ ધીના શૈક્ષણિક કાર્યના કુલ દિવસમાં 80%થી ઓછી હાજરી ધરાવતા કાયમી વિદ્યાર્થી પરીક્ષા બેસવા પાત્ર ગણાશે નહીં. જેથી આવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને તેની પર લાલ અક્ષરે ‘નો કેન્ડિડેટ’ લખી બોર્ડને જમા કરાવવાની રહેશે. કોઈ એવાં કિસ્સા કે જેમાં પરીક્ષાર્થી લાંબી બીમારી, માતા-પિતાનું અવસાન, આંતર શાળા કક્ષા કરતા નીચું ન હોય તેવી રમત-ગમત સ્પર્ધા સહિતના કારણોસર હાજરી તૂટની દરખાસ્ત બોર્ડની કચેરીએ 15 ફેબ્રુઆરી સુધી આચાર્યની ભલામણ અને જરૂરી પુરાવાઓ સાથે મોકલી આપવાની રહેશે. જે દરખાસ્ત પછી તેની પર ચર્ચા કરી હાજરી તૂટ ક્ષમ્ય ગણવાના આદેશ બોર્ડ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો