તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લાઈન્ડ વિદ્યાર્થી પર રિસર્ચ કરીને એક્સેસિબલ નાઈટ ફિલ્મ બનાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરતના વિદ્યાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મને નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્રોન્ઝ બિવર કેટેગરી એવોર્ડ મળ્યો હતો. જેમાં ફાઉન્ટેનહેડમાં ભણતી અનન્યા જૈન,ડીપીસ શા‌ળામાં ભણતો મુદિતા સુરાના અને જે એચ અંબાણીના કૃષ્ણ ઉત્મચંદનાનીએ એક્સેસિબલ લાઈટ નામની વિજ્ઞાન ફિલ્મ બનાવી હતી. જ્યારે આ વિદ્યાર્થીનીઓએ બનાવેલી અન્ય એક ફિલ્મને બેંગલોરમાં યોજાયેલા અંડરગ્રેજ્યુએટ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.

વિદ્યાર્થીઓએ રિસર્ચ માટે અરિસાનો ઉપયોગ કર્યો
‘એકસેસેબલ લાઈટ’ ફિલ્મ અંધ બાળકો માટે બનાવવામાં આવી હતી. જે એક ઈન્ફર્મેટીવ ફિલ્મ છે. અંધ બાળકોને વિજ્ઞાન અને ગણિતને સમજવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે તેથી ખાસ કરીને તેના સોલ્યુશન માટે આ ફિલ્મને બનાવવામાં આવી હતી. લાઈટની વિઝ્યુલ ઈમ્પેકટ દ્વારા વિજ્ઞાનને કઈ રીતે સમજી શકે છે તે વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે. જેના માટે ઘોડદોડ રોડ ઉપર આવેલી અંધજન શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પર રીસર્ચ કરવામાં આવ્યુ હતુ. જે સફળ સાબિત થયુ હતુ. જે રીસર્ચ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. આ રીસર્ચ માટે અરીસો અને લેઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને શુટ કરવામાં એક દિવસનો સમય લાગ્યો હતો અને બે દિવસમાં એડિટ થઈ હતી. ખાસ કરીને આ ફિલ્મ અંધ બાળકો માટે બનાવવામાં આવી છે. ફિલ્મ દ્વારા એમનું નોલેજ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો