તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધી બાદ બિટકોઇનના રૂપિયા ‌BSSમાં ડાયવર્ટ કરાયા, ED અને IT ઊંઘતા રહ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીગલ રિપોર્ટર. સુરત | ક્રિપ્ટો કરન્સીના હબ ગણાતા ડાયમંડ શહેરમાં બિટકોઇન, બિટકનેક્ટ અને ડિકાડો કોઇન બાદ બીએસએસ કોઇન સ્કેન્ડલ સામે આવ્યું છે. જેમાં સીઆઇડીની ગિરફ્તમાં આવેલાં આરોપી હાર્દિક ઝડફિયાને આજે સોમવારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 14 દિવસના રિમાન્ડ મંગાતા કોર્ટે 28મી ફેબ્રુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

આરોપી હાર્દિક ઝડફિયાએ પણ 35 લાખ રોક્યા, કોઇનનો ભાવ છ યુરો સુધી લઈ જવાયો
જ્યાં સીઆઇડીએ દલીલો કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, અલબત્ત, કોર્ટે 28મી ફેબ્રુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. સરકાર પક્ષે એપીપી કુ. રિન્કુ પારેખે દલીલ કરી હતી કે લોભામણી લાલચ આપી લોકોને ભેરવવામાં આવ્યા છે. શરૂઆતમાં કોઇનનો ભાવ એક યુરોથી છ યુરો સુધી લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં બીજી એક વાત એ બહાર આ‌વી હતી કે બિટકોઇનમાં રોકાયેલા રૂપિયા બીએસએસમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ કેસમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઇન્કમટેક્સ બન્ને ઊંઘતા ઝડપાયા છે. છેલ્લાં બે જ વર્ષમાં શહેરમાં ક્રિપ્ટો કરન્સીમાં 20 હજાર કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાં છતાં બંને એજન્સીઓના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી શક્યા નથી.

રિમાન્ડના મુદ્દાઓ


આરોપી સપ્ટેમ્બર, 2017થી બિટ્સ ટ્રેડ કંપનીમાં પ્રમોટર છે. વેબસાઇટ પણ એ જ હેન્ડલ કરે છ. તેને કંપનીના પ્રોફિટમાં હિસ્સો મળતો હતો.

આરોપી હાર્દિક ઝડફિયાએ પણ બિટ્સ ટ્રેડ કંપનીમાં 35 લાખ રોક્યા હતા.

આરોપીની ડાઉનલાઇનમાં કોણ-કોણ હતા અને કેટલા રૂપિયા આ લોકોએ રોક્યા એની તપાસ કરવાની

અપલાઇનમાં કેટલી આઇડી બનાવવામાં આવી અને તે કોની-કોની પાસે છે.

આરોપીઓએ પ્રોફિટમાંથી કોના નામે જમીન-મકાન ખરીદ્યાં તેની તપાસ કરવાની છે.

આરબીઆઇની મંજૂરી વગર જ ધંધો શરૂ કરી દેવાયો હતો.

અચાનક જ કંપની બંધ કરી દેવાઈ, રૂપિયા ક્યાં વાપર્યા તે તપાસ કરવાની.

કંપનીના પ્લાન કોણે અને કયા કમ્પ્યૂટર પર બનાવ્યા.

પહેલાં બિટકોઇન સ્વરૂપે રોકાણ કરાવાયું તો આ રોકાણના કોઇન કયા વોલેટમાં નાખવામાં આવ્યા હતા.

બિટ્સનું સર્વર કયાં છે તેની તપાસ કરવાની છે.

આરોપીની ઓફિસમાંથી ત્રણ સીપીયુ, ત્રણ લેપટોપ, ત્રણ ઓલ ઇન વન કમ્પ્યૂટર, દસ જુદી-જુદી કંપનીની પેઇન ડ્રાઇવ તથા કેટલાક દસ્તાવેજ જપ્ત કરાયા છે.

યુરોસ કોઇન પણ શરૂ કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવાની છે.

મુખ્ય આરોપી હાર્દિક સોફ્ટવેર એન્જિનિયર
સુરત | બીએસસ કોઈનમાં 190 રોકાણકારો પાસેથી રોકાણ કરાવીને રાતોરાત કંપની બંધ કરનારા પાંચ આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધારને પોલીસે સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી હાર્દિકે બારડોલીની ખાનગી કોલેજમાંથી સોફ્ટવેયર ઇજનેરની ડીગ્રી મેળવી છે. અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓએ રાતોરાત ઓફિસો બંધ કરી નાખી છે. રોકાણકારો એક મહિનામાં એક લાખ યુરોનું રોકાણ કરશે તો તેમને 10 ટકા એક્સ્ટ્રા બોનસ આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો