તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોપેડ પર જતી મહિલાના હાથમાંથી લાખની મતાનું પર્સ છીનવી બાઇકર્સ ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર પાસેથી બહેનપણી સાથે મોપેડ પર પાછળ બેઠેલી મહિલાના હાથમાંથી 1 લાખની મતાનું પર્સ છીનવીને 2 બદમાશો બાઇક પર ફરાર થયા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અડાજણ પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, પુણાગામ અમેઝીયા વોટર પાર્કની સામે ડી.જી.પોઇન્ટમાં રહેતી અને લેડીઝ પર્સની દુકાન ચલાવતી શારદાબેન કાંતિભાઈ સોલંકી 27મી તારીખે રાત્રે બહેનપણીની સાથે મોપેડ પર બેસીને ઘરે જતી હતી. દરમિયાન રસ્તામાં અડાજણ સ્ટાર બજાર પાસે બાઇક પર આવેલા બે બદમાશોએ મોપેડ પર પાછળ બેઠેલી શારદાબેનના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા હતા.

પાછળ બેસીને જતી મહિલાના પર્સમાં 69 હજારનો મોબાઇલ, 15 હજારનો મોબાઇલ ઉપરાંત ડ્રોંગલ રૂ.1500, સોનાની વીંટી 3 હજાર તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ ક્રેડિટ કાર્ડ અને દુકાનના એગ્રીમેન્ટની ડાયરી સહિતના મહત્વના ડોક્યુમેન્ટો હતા.

આ અંગે મહિલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...