તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજીરામાં કન્ટેનરચાલકે અડફેટે લેતાં બાઇકસવાર આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીરા એલ એન્ડ ટી કંપનીના ગેટ સામે પુરપાટ ઝડપે દોડતાં કન્ટેનર ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવાર આધેડનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હજીરા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર જકાતનાકા ગોપાલ પાર્ક ખાતે રહેતા રમેશભાઈ ઠાકોરભાઈ પટેલ(53) મુળ હજીરાના જુનાગામના વતની હતા. તેઓ ચોર્યાસી ડેરીમાં કામ કરતા હતા. ગુરુવારે તેઓ બાઈક પર જુના ગામ જવા માટે નીકળ્યા હતા. તેઓ હજીરા એલ એન્ડ ટી કંપનીના ગેટ નં-2 સામેથી પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને દૂર સુધી ઘસડી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે હજીરા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક રમેશભાઈને 3 પુત્રીઓ અને 1 પુત્ર છે. બનાવના પગલે રમેશભાઈના પરિવાર પર આફતનું આભ તુટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...