તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટિયા ટોલલૂંટ: અડાજણમાં પત્રિકાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાટિયા ટોલનાકે સ્થાનિકો પાસે ઉઘરાવવામાં આવતા ટોલ સામે સંઘર્ષ સમિતિએ શરુ કરેલા આંદોલનમાં લોક જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરાઈ છે. શનિવારે સાંજે 6:00 વાગ્યે સ્ટાર બજાર સર્કલ,અડાજણ ખાતે ટોલટેક્સના પ્રશ્ન બાબતેની 2600 પત્રિકાનું વિતરણ કરાયું હતું.પત્રિકા વિતરણમાં જિ.પં સભ્ય દર્શન નાયક, ડી.એલ. પટેલ,પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટર,માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈ,હિતેશ પટેલ,જીતુ પટેલ, જય દેસાઈ,વિજયસિંહ રાણા અને કેતનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા રવિવારે સાંજે 6:00 વાગ્યે કારગિલ ચોક,લેકયું હોટલ પાસે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. સંઘર્ષ સમિતિ દ્વારા પત્રિકા વિતરણ બાદ ચોક સ્થિત ગાંધી પ્રતિમા પાસે ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો ટોલ પ્રશ્ન બાબતે નિરાકરણ નહિ આવે તો હાઇવે ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો