તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાટિયા ટોલનાકા સમિતિએ ગડકરીને મળવા પત્ર લખ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ પોતાનું આંદોલન આગળ ધપાવતા કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરીને ઇ મેઇલ કરીને મળવા માટે સમય માંગ્યો છે. ભાટિયા ટોલનાકા પર જીજે-5 અને જીજે-19ના વાહનોને ટોલ મુકિત માટે ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા 33 દિવસથી આંદોલન ચાલી રહ્યો છે. મંગળવારે સમિતિએ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. સાથે જો ટોલ મુક્તિ નહીં મળે તો ભાટિયા અને કામરેજ ટોલનાકા પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે બુધવારે સમિતિએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને ઇ મેઇલ કરીને આગામી અઠવાડિયામાં ભાટિયા ટોલનાકા મુદ્દે રજુઆત કરવા સમયની માંગણી કરી છે. જ્યારે તા.19મીએ સુરત ટેક્સટાઇલ માર્કેટ પોલીસ ચોરી, સાલાસર ગેટ, રિંગરોડ વિસ્તારમાં ટોલટેક્સ સંદર્ભે જાગૃતિ લાવવા માટે પત્રિકા વિતરણ કરવામાં આવશે.

આંદોલનનો 34મો દિવસ

ભાટિયા ટોલ પ્લાઝા

પ્રજાને રાહત ક્યારે
અન્ય સમાચારો પણ છે...