તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીમૈયાના વિદ્યાર્થીઓએ 3 ગોલ્ડ સાથે 7 મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ અંતર્ગત ડુમસ ઝોન કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીમૈયા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. વિજેતા થનાર ખેલાડીઓની પસંદગી તાલુકા કક્ષાએ કરવમાં આવી છે. આ સ્પર્ધામાં હર્ષ લુષ્ટેએ ઓપન કેટેગરીની લાંબી કૂદ સ્પર્ધામાં બીજા ક્રમે રહી સિલ્વર મેડલ મેળ‌વ્યો હતો. ઓપન ઝૂમ દોડ સ્પર્ધામાં મયુર કદમ પ્રથમ રહ્યો હતો. અંડર-17 ગોળા ફેંક સ્પર્ધામાં પાર્થિવ ખલાસીએ સૌથી લાંબી દૂર પર ગોળો ફેંકી પ્રથમ ક્રમે મેળવ્યો હતો એને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. અંડર-14 લાંબી કૂદ સ્પર્ધામાં તીલા સિંહ લાંબીકૂદમાં પ્રથમ તેમજ એ જ ગ્રુપમાં શ્રવણ રાઠોડ બીજા ક્રમે રહ્યા હતા. અંડર-17 લાંબી કૂદ સ્પર્ધામાં દિયા પટેલ ત્રીજા ક્રમે અને અંડર-14 લૂમ સ્પર્ધામાં રિયા રાઠોડ પણ ત્રીજા ક્રમે રહી હતી.

athletics

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...