પ્લેટફોર્મ-ચાલુ ટ્રેન વચ્ચે મહિલા ફસાઈ, સદ્નસીબે આબાદ બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે એક મહિલા મોતને હાથતાળી આપવામાં સફળ રહી હતી.ટ્રેનમાં ચડતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયેલી મહિલા પરથી ટ્રેનના 5 ડબ્બા પસાર થઇ ગયા બાદ પણ મહિલા બચી ગઈ હતી.જોકે ઘટનાને પગલે મહિલા હતપ્રત થઇ ગઈ હતી.કોઈ પણ પ્રકારની ઇજા ન થવાને લીધે આ મામલે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી ન હતી.ઘટના અંગે મળતી માહિતી મુજબ શાલિની નામની મહિલા બપોરે 3.30 વાગ્યે પ્લેટફોર્મ -1 પર જયપુર જવા માટે યશવંતપૂર -જયપુર સુવિધા સ્પેશ્યલ ટ્રેનની રાહ જોઈ રહી હતી.ટ્રેન સ્ટેશને આવતા મહિલા બી -1 કોચમાં ચડવા ગઈ હતી પણ મહિલાનો પગ લપસી જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી.અને ટ્રેનના 5 કોચ શાલિની પરથી પસાર થઇ ગયા હતા.પ્લેટફોર્મ પર ઉભેલા લોકોએ બુમાબુમ કરી દેતા કોઈ મુસાફરે ચેનપુલિંગ કરી ટ્રેનને અટકાવી હતી અને મહિલા સુરક્ષિત બહાર નીકળી ગઈ હતી.જોકે ઘટનાને લીધે મહિલા ડઘાઈ ગઈ હતી.ઘટનામાં કેઝ્યુલિટી ન થવાને લીધે સરકારી ચોપડે ઘટનાની નોંધ કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...