તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાકુંભમાં ડીપીએસની ટીમને બેસ્ટ શાળાનો એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરતને સતત ત્રીજા વર્ષે ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરવા બદલ સુરત શહેરની બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડીપીએસને ગુજરાત સ્ટેટ ખેલ મહાકુંભ 2018માં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા બદલ 3 લાખ રૂપિયાનો રોકડ ઇનામ આપવામાં આવ્યો હતો. આ વર્ષે ડીપીએસ બીજા ક્રમે રહી હતી. એ સાથે ખેલ મહાકુંભ 2018ના વિવિધ કાર્યક્રમોમાં બેજોડ પ્રદર્શન કરવા બદલ 1.5 લાખ રૂપિયાનો રોકડ ઇનામ સાથે સુરત શહેરની બેસ્ટ સ્કૂલનો એવોર્ડ જીત્યો છે. ભાવનગર ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીના હસ્તે ડીપીએસના પ્રિન્સિપાલ પી. વામશી ક્રિષ્ના અને ટીમે એવોર્ડ મેળવ્યો હતો. આ એવોર્ડથી શાળા, વિદ્યાર્થીઓ અને માતા-પિતાને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે. આ સફળતા બદલ પ્રિન્સિપાલ તરફથી તમામ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને સ્પોર્ટ્સ કોચને અભિનંદન પાઠવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...