તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીએ સવારે 2.09 કલાકે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ સાથે ઉત્તરાયણનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 15મીએ સવારે 2.09 કલાકે થતાં મકરસંક્રાતિ થશે. જોકે લોકો પરંપરાગત રીતે 14મીએ જ મકર સંક્રાંતિ મનાવશે. વિક્રમ સંવત 2076ની મકર સંક્રાંતિ હીરા સાથે સંબંધ ધરાવતી હોવાથી આ વર્ષે હીરાના ભાવ વધવાની શક્યતા રહેશે. સંક્રાતિનો પુણ્યકાળ બુધવારે સૂર્યોદયથી સૂર્યાસ્તનો રહેશે.

જાન્યુઆરીની 15 તારીખે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયનમાં જાય છે. ભારતીય શાસ્ત્રો પ્રમાણે આ સમયે સૂર્ય ગુરૂના સ્વામીત્વની ધનરાશિ છોડી શનિના સ્વામીત્વની મકર રાશિમાં જતો હોવાથી આ દિવસ મકર સંક્રાતિ તરીકે ઓળખાય છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે આ વર્ષે વિરોધકૃત સંવત્સર અને શાલિવાહન શક વિકારી સંવત્સર છે. 14મીની મધરાત અને 15મીની વહેલી સવારે 2.09 કલાકે સૂર્યનો શનિના સ્વામીત્વની મકર રાશિમાં પ્રવેશ કરશે.

આ સમયે તિથી પંચમી, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર અને શોભન યોગ છે. સંક્રાંતિનું વાહન ગધેડો છે. ઉપવાહન ઘેટું છે. પીળા રંગના વસ્ત્ર, હાથમાં દંડ અને કપાળે ગોપીચંદનનું તિલક કરેલું છે. ઉંમરમાં તરૂણી અને સૂતેલી અવસ્થામાં કેવડાનું ફુલ ધારણ કરી માલપુડા ખાય છે. પક્ષી જાતિ, હીરો ધારણ કરી મહોદરી નામ સાથે નક્ષત્ર નામ ઘોરા છે.પૂર્વથી આવી પશ્ચિમમાં જાય છે, મુખ દક્ષિણ દિશામાં અને વાયવ્ય ખૂણાને જોય છે. સંક્રાંતિના ચિન્હો પ્રમાણે ગધેડા અને ઘેટાં જેવા પશુઓને ત્રાસ થશે. પીળા રંગની વસ્ત્રો કે સોના-પીત્તળની વસ્તુઓ મોંઘી થાય. હીરાના ભાવો વધવાની શક્યતા રહેશે. વર્ષ દરમિયાન શસ્ત્રો બનાવનાર લોકોને ત્રાસ થશે. જેમને ગોચર ભ્રમણમાં સાતમો શનિ ચાલે છે, તેમણે આ વર્ષ દરમિયાન સંભાળવાનું રહેશે.

સંક્રાંતિમાં બુધવારે આટલું કરો
સંક્રાંતિના પુણ્યકાળે નવા વાસણો, ગાયનો ચારો, અનાજ, તલ, ગોળ, બોર, સાકર, સોનુ, ભૂમિ, ગાય વસ્ત્રો કે ઘોડાનું દાન ઉત્તમ મનાયું છે. આ દિવસે વધુમાં વધુ તલનો ઉપયોગ કરાય છે. જેમાં તલ પાણીમાં નાંખી સ્નાન કરવું. તલના તેલનું માલીશ, તલની આહુતિ આપવી, તલમિશ્રિત પાણી પીવું અને તલનો ખાવામાં ઉપયોગ કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો