માછી સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેઇલર ક્લબને હરાવી દિયા ઇલેવન ચેમ્પિયન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બુડિયા માછી સમાજ યુવક મંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછી સમાજની 22 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફાઇનલ મેચ દિયા ઇલેવન બડિયા અને સેઇલર ક્લબ રાંદર વચ્ચે રમાઈ હતી, જેમાં દિયા ઇલેવનનો વિજય થયો હતો અને તે ચેમ્પિયન બની હતી. દિયા ઇલેવનની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 73 રન બનાવી શકી હતી. જવાબમાં સેઇલરની ટીમ 10 ઓવરમાં 60 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી અને દિયા ઇલેવનનો 13 રને વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ ધવલ ખલાસીને મેન ઓફ ધ સિરિઝ અપાયો હતો તેમજ ફાઇનલમાં શાનદાર દેખાવ કરવા બદલ કૌશિક ખલાસીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બેસ્ટ બોલરનો એવોર્ડ કૌશિક ખલાસીને અને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ નરેશ ખલાસીને અપાયો હતો. ફાઇનલ મેચ દરમિયાન અરવિંદ પટેલ, રાજેશ પટેલ અને ઇશ્વર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...