તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા ફાયરિંગ પ્રકરણમાં મહેતાબ સહિત બેે પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા ફાયરિંગ પ્રકરણમાં અમરોલી પોલીસે મહેતાબ અને તેના સાગરિતોને મોડી રાત્રે પકડી પાડ્યા હતા.બાદમાં આરોપીઓને અમરોલી પોલીસે લાલગેટ પોલીસને હવાલે કર્યા હતા. આ મામલે પોલીસને હાથે ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં ફાયરિંગ કોણે કર્યું તે બાબતે નવો વળાંક આવી શકે તેમ છે. શનિવારની રાત્રે રામપુરામાં માથાભારે અશરફ નાગોરી પર ફાયરિંગ થવાના બનાવમાં લાલગેટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં અશરફએ મેલી વિદ્યા કરાવી હોવાના વહેમમાં તેના પર ગોળીબાર કરાયાનું જણાવ્યું છે.

રામપુરામાં રહેતો માથાભારે અશરફ નાગોરી શનિવારે રાત્રે તેમના મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં મહેતાબ અને તેનો ભાઈ હાસિમ ભૈયા સાગરીતો સાથે આવીને અશરફ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. બનાવ અંગે અશરફે લાલગેટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહેતાબ ભૈયાને અશરફે પોતાની ઉપર મેલી વિદ્યા કરી હોવાનો વહેમ હોવાનું નોંધાવ્યું હતું. આ અંગે સમાધાન કરવા અલતાફ પટેલે પણ ભલામણ કરી હોવાનું જણાવ્યું છે. અશરફની આ વાત ગળે ઊતરે તેમ નથી. જોકે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને સ્થળ પરથી બૂલેટના બે ખાલી ખોખા તથા એક જીવતી કારતૂસ મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો