તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બેન્કો નાના ઉદ્યોગપતિઓને લોન આપતી નથી, સરકાર સબસિડીની ફાઇલો મંજૂર કરતી નથી’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે સુરત આવેલા ભારત સરકારના રાજય કક્ષાના એમએસએસઇ મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગી અને રાજય કક્ષાના સ્ટીલ ખાતાના મંત્રી ફગ્ગનસિંઘ કુલસ્તે સાથે ઉદ્યોગકારોએ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મિટિંગ કરી હતી. જેમાં ઉદ્યોગકારોએ બેંકિંગ પોલિસી અને સબસિડીની જાહેરાતો બાદ ફંડ છુટૂ નહીં કરાતું હોવા મુદ્દે રોષ ઠાલવ્યો હતો. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, બેંકો નાના ઉદ્યોગકારોને લોન આપતી નથી અને સરકાર સબસિડીઓ જાહેર કરે છે છતાં તંત્રમાં ફાઈલો ધૂળ ખાતી રહે છે અને ફંડ મળતું નથી. આજે લઘુ ઉદ્યોગકારોના એકમો બંધ થવાને આરે આવ્યા છે.

પોલિસી બનાવવા જિલ્લા સ્તરે કમિટી રચાશે
 નાના ઉદ્યોગકારોને સરળતાથી બેંકલોન મળે તે માટે સરકાર પોલિસી બનાવવા જિલ્લા સ્તરે કમિટીની રચના કરશે. ઉદ્યોગકારોની અરજી ટલ્લે ચઢાવનાર બેંક સામે કાર્યવાહી કરાશે.GSTમાં દર મહિને ટેક્સની જોગવાઈ છે, વેપારીને પેમેન્ટ સમયસર મળતું ન હોય તેના માટે પોલીસી બનાવાશે. પ્રતાપચંદ્ર સારંગી, કેન્દ્રીય મંત્રી

..તો દેશના નાના ઉદ્યોગો પણ આગળ આવશે
 ભારતમાં હાલ 106 મિલીયન ટનનું સ્ટીલનું ઉત્પાદન થઇ રહ્યું છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં 300 મિલીયન ટન ઉત્પાદનનું લક્ષ્ય છે. સુરતમાં એસ્સાર સ્ટીલ કંપની દ્વારા 10 મિલીયન ટન સ્ટીલનુ ઉત્પાદન કરવામાં આવશે. દેશમાં મોટા ઉદ્યોગ લાગશે તો લઘુ ઉદ્યોગો પણ આગળ વધશે. ફગ્ગનસિંઘ કુલસ્તે કેન્દ્રીય મંત્રી

અન્ય સમાચારો પણ છે...