બાંદ્રા-જબલપુર એક્સપ્રેસમાં મુંબઈ જતી મહિલાની ફેરિયાએ છેડતી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ બાંદ્રા-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં ભોપાલથી મુંબઈ જતી યુવતીની ટ્રેનમાં ઇડલી વેચનાર ફેરિયાએ છેડતી કરી હતી.

મુંબઈમાં રહેતી ને ત્યાં બ્યુટી પાર્લર ચલાવતી 29 વર્ષિય એશ્વર્યા( નામ બદલ્યું છે)મોડી રાત્રે બાંદ્રા-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં ભોપાલથી મુંબઈમાં જઈ રહી થી. સવારે સવા દસેક વાગે ટ્રેન સુરત રેલવે સ્ટેશને પહોંચી હતી. ત્યારે તે જે કોચમાં હતી તે કોચમાં એક ઇડલી વેચવાવાળો ફેરિયો આવ્યો હતો. એશ્વર્યા જે સિટ પર બેઠી હતી તેની સામેની સિટ પર બેસીને ઇડલીવાળાએ પહેલા બૂમો પાડી હતી. ત્યારે એશ્વર્યા જાગી ગઈ હતી.ઇડલીવાળાએ એશ્વર્યાની છાતી પર હાથ ફેરવતા તે ગભરાઈ ગઈને સિટ પરથી ઉઠી ગઈ હતી. ત્યારે ઇડલીવાળો ઝડપથી નીકળી ગયો હતો. એશ્વર્યાએ કોચ એટેન્ડન્ટને આ બાબતે વાત કરી હતી. ત્યાર સુધી ટ્રેન મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. એટેન્ડન્ટ અને એશ્વર્યાએ ટ્રેનમાં જ ઇડલીવાળા ફેરિયાની શોધખોળ શરૂ કરી હતી. વલસાડ પાસે એસી કોચમાંથી ફેરિયો મળ્યો હતો. ત્યાં આરપીએફની મદદથી ફેરિયાને ઝડપી લીધો હતો. ફેરિયો પીન્ટુ ઉર્ફે રાકેશ મારવાડી(રહે. વડોદરા) છે. એશ્વર્યાએ પીન્ટુ સામે સુરત રેલવે પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...