પાંડેસરામાં જૈન યુવકની હત્યામાં બેચર કાકડિયા વડોદરાથી ઝબ્બે
પાંડેસરા GIDCમાં ક્લોક ક્રીએશનના એમ્બ્રોઇડરીના કારખાનામાં પિતાના ભાગીદાર બેચર ભગવાન કાકડીયાએ 23 વર્ષીય યશ પર એસીડથી એટેક કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગુનામાં નાસતા ફરતા હત્યારા બેચર કાકડીયાને પાંડેસરા પોલીસે વડોદરા બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો. અગાઉ યશના પિતા સલાબતપુરા પોલીસમાં ચીટિંગના ગુનામાં જેલમાં ગયા હતા. તે વખતે હત્યારા બેચર સાથે ઓળખાણ થઈ હતી. જરીના કારખાનામાં યશના પિતા કીર્તિ દોશી સાથે 25 ટકા ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જેમાં બેચરે 15 લાખની રકમ રોકાણ કરી હતી. બેચરની ભાભીની તબિયત બગડતા તેણે કીર્તિ દોશી પાસેથી 15 લાખની રકમ છેલ્લા 3 મહિનાથી માગતો હતો. જેથી 15 લાખની રકમ ન આપતા કીર્તિના પુત્ર યશની હત્યા કરી હતી. હત્યા કરી બેચર બસમાં વડોદરા અને ત્યાંથી અમદાવાદ થી જુનાગઢ મહુવા રોકાયો હતો.