તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ રોડની હોટલ પર અપશબ્દ બોલવાની ના પાડતા માલિક પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડુમસ રોડ પર મગદલ્લામાં ગ્રીલ સેન્ડચીલ રેસ્ટોરન્ટની સામે સાત યુવકો અંદરોઅંદર મસ્તી કરતા હતા. જેમાં કેટલાક યુવકો મોટા અવાજે અપશબ્દો બોલતા હતા. જેના કારણે રેસ્ટોરન્ટના માલિક વિજયભાઈ રમણભાઈ પટેલ યુવકોને અપશબ્દો નહિ બોલવા બાબતે કહેવા ગયા હતા. જેના કારણે આવેશમાં આવેલા યુવકોએ રેસ્ટોરન્ટના માલિક સાથે માથાકૂટ કરી હુમલો કરી દીધો હતો. માલિકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં એક હુમલાખોર બાઇક મુકીને ભાગી ગયો હતો. બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બાઇકના નંબર આધારે હુમલાખોરો ઉધના વિસ્તારના હોવાની વાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો