તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષામાં યાત્રીના સ્વાંગમાં બેઠેલા 3 ઠગે વૃદ્ધ દંપતીની નજર ચૂકવી રૂ. 2.50 લાખ તફડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં બેસીને ડભોલી રોડ, સિંગણપોર જતાં વૃદ્ધ દંપતીની નજર ચૂકવીને મુસાફરના સ્વાંગમાં ત્રણ ઠગોએ વૃદ્ધ દંપતીના 2.50 લાખ રૂપિયા તફડાવીને નાસી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના વતની તળશીભાઈ ગોપાણીનો દીકરો મુકેશ સુરતમાં ડભોલીમાં હરિદર્શનના ખાડા પાસે રહે છે. બે દિવસ પહેલા તળશીભાઈ પત્ની સાથે વતનથી બસમાં સુરત આવ્યા હતા. તેઓ ડભોલી ખાતે બસમાંથી ઊતર્યા હતા.

ત્યાંથી રિક્ષામાં બેસીને દીકરાના ઘરે જઈ રહ્યા હતા. રિક્ષામાં પહેલાથી બે જણા બેઠા હતા. ત્રણમાંથી એક જણાએ તળશીભાઈને જણાવ્યું હતું કે, તમારી બેગ મને આપીને વ્યવસ્થિત બેસી જાવો. થોડા સમય બાદ સ્વામીનારાયણ મંદિર પાસે રિક્ષા-ડ્રાઇવરે તળશીભાઈને કહ્યું કે, તમે અહીં ઊતરીને બીજી રિક્ષા કરી લો, અમારે બીજે જવું છે.

તેઓને તેમની બેગ પણ આપી દીધી હતી. બીજા દિવસે બેગ ખોલીને જોયું ત્યારે ખબર પડી કે, રિક્ષામાં બેસેલી ઠગ ટોળકીએ તેમની બેગમાંથી 2.50 લાખ રૂપિયા ચોરી કરી લીધા છે. તળશીભાઈના દીકરા મુકેશે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાંચે ચોરી કરનાર આરોપી દિનેશ મથુર પરમાર (રહે. ઉગમનગર, હીરાબાગ, સર્કલ, વરાછા) અને ભાયાભાય ધરમસિંહ સોલંકી (રહે. ઉગમનગર, વરાછા)ને ઝડપી પાડ્યા હતા. અને તેમની જોડેથી 1.60 લાખ રૂપિયા કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...