તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટાલીયન ફૂડ ફેસ્ટિવલમાં મશરૂમ રીસોટો ડિશ સર્વ થઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતની એક હોટેલ ખાતે ‘ફેસ્ટા ઈટાલિયન ફૂડ ફેસ્ટીવલ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઇટાલિયન શેફ ડેવિડ કેનાન્ઝી દ્વારા મશરૂમ રીસોટો, પનીર સલાડ, ટોમેટો બ્રુશેટો જેવી અલગ અલગ ઈટાલિયન વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઇટાલિયન ક્યુઝિનનાં પ્રેમી એવા ફૂડી સુરતીઓને ઓથેંટિક ઇટાલિયન ડિશ ઘરે કેવી રીતે બનાવી શકાય એ માટે વર્કશોપનું આયોજન પણ કર્યું હતંુ. જેમાં ટોર્ટેલા બેઝ પર ઓથેન્ટિક ઇટાલિયન પિત્ઝા , વ્હાઇટ સોસ પાસ્તાની સાથે રીસોટો અને બ્રુશેટા બનાવતા પણ શીખવાડ્યંુ હતું. જેમાં શેફ દ્વારા ઓથેેન્ટિક ઇટાલિયન ડિશ માટે ઇટાલિયન ડિશ અને બ્રેડ પણ ઘરે કેવી રીતે બનાવી શકાય એ પણ શીખવાડ્યંુ હતું, જેથી ઓથેેન્ટિક ઇટાલિયન ટેસ્ટ પણ મેઇન્ટેન રહે અને ક્યુઝિનની ડિગ્નિટી સાથે લુક પણ સચવાઇ જાય અને એને માણવાની પણ મજા આવે. ઇટાલિય ડિશની વ્યાખ્યા આપતા એમણે જણાવ્યું કે, ઇટાલિયન ક્યુઝિનમાં મુખ્ય પરિબળ છે એની સુગંધ અને રીચ લુક, જો આ બે એલિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે તો કોઇપણ વ્યક્તિ સારૂં ઇટાલિયન ફૂડ ઘર બેઠા બનાવી શકે છે.

મશરૂમ રીસોટો
ઇન્ગ્રેડિયન્સ: બટર, 300 ગ્રામ કાંદા,અરોબીયા રાઈસ,લીલા શાકભાજી,પારમેશન ચીઝ

સોસ પેનમાં થોડુ બટર લો.

બટરને ગરમ કરી તેમાં કાંદો કાપીને નાખો.

કાંદા સાતળીને તેમાં અરબોેરીયા રાઈસ મિકસ કરો.

તેમાં થોડા શાકભાજી નાખી તેને 10 થી 15 મિનિટ સુધી તેને બનાવા મૂકો.

પછી તેમાં થોડુ બટર અને પારમેશન ચીઝ નાાંખી સર્વ કરો.

મશરૂમ રીસોટો
ઇન્ગ્રેડિયન્સ: બટર, 300 ગ્રામ કાંદા,અરોબીયા રાઈસ,લીલા શાકભાજી,પારમેશન ચીઝ

સોસ પેનમાં થોડુ બટર લો.

બટરને ગરમ કરી તેમાં કાંદો કાપીને નાખો.

કાંદા સાતળીને તેમાં અરબોેરીયા રાઈસ મિકસ કરો.

તેમાં થોડા શાકભાજી નાખી તેને 10 થી 15 મિનિટ સુધી તેને બનાવા મૂકો.

પછી તેમાં થોડુ બટર અને પારમેશન ચીઝ નાાંખી સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો