તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પી.પી સવાણી અબ્રામા ખાતે હોર્સ શોમાં 35 ઘોડા ભાગ લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

13 અને 14મી એપ્રિલના રોજ પી.પી સવાણી સ્કૂલ અબ્રામા ખાતે યોજાનાર હોર્સ શોમાં 35 ઘોડા ભાગ લશે. શહેરમાં પોલોની રમત વિશે જાગ્રૃતિ આવે તે માટે ગંગ્રોતી ચેરીટબેલ ટ્રસ્ટ દ્વારા હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જયવીર સિંહએ સિટી ભાસ્કરને કહ્યું હતું કે, ‘આ કાર્યક્રમમાં જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે યોજાશે.જેમાં હોર્સ શોની સાથે સાથે સંગીત કાર્યક્રમ અને ડિ.જે પાર્ટી પણ યોજાશે.

રાજસ્થાની, કાઠિયાવાડી, સિંધી ઘોડા ભાગ લેશે
આ હોર્સ શોમાં કાઠિયાવાડી ઘોડા, મારવાડી ઘોડા અને સિંધી પ્રજાતિના ઘોડા ભાગ લેશે. જેમાં ગુજરાત અને રાજસ્થાની બે ટીમ હોર્સ શોમાં ભાગ લેશે. રાજસ્થાનના જયપુરના 8 પોલો રમત ટ્રેઈન ઘોડા, ભાવનગરના 12 ઘોડા, તેમજ સુરતના 15 ઘોડા મળીને 35 ઘોડા ભાગ લેશે. કાર્યક્રમમાં પોલો મેચ, જમ્પિંગ શો, બેરલ રેસ, ટેન્ટ પેગિંગ કરતબો યોજાશે. સાથે સાથે ડાન્સ પરફોર્મન્સ, બોલીવુડ સંગીત જલસો પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...