તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી 60 હજાર ઉપાડી લીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એટીએમ પાસે મદદના નામે ચીટિંગ કરતી ટોળકી સક્રિય થઇ છે. કતારગામમાં એટીએમ સેન્ટરમાં યુવકને પીન નંબર બદલવા માટે મદદ કરનાર ગઠિયાએ પીન નંબર જાણી લઈ બાદ એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. તેના આધારે ગઠિયો યુવકના ખાતામાંથી 60 હજાર રૂપિયા કાઢી લીધા હતા. યુવકે આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કતારગામ ફુલપાડા પાસે ખડી મહોલ્લામાં રહેતા અમરનાથ રામદુલાર જેસ્વાલ સંચા ખાતામાં નોકરી કરે છે. અમરનાથને તેમના એટીએમનો પીન નંબર બદલવાનો હતો. તે કતારગામમાં એસબીઆઈ બેંક બહાર આવેલા એટીએમ ખાતે ગયા હતા. ત્યાં અજાણ્યાની મદદથી અમરનાથે એટીએમનો પીન બદલ્યો હતો. અજાણ્યાએ પીન નંબર બદલ્યો એટલે તેને પીન ખબર હતો. તેને એટીએમ કાર્ડ બદલીને બીજાના નામનો કાર્ડ અમરનાથને આપી દીધો હતો. ત્યાર બાદ ગઠિયાએ તેના આધારે અમરનાથના ખાતામાંથી 60 હજાર રૂપિયા કાઢી લીધા હતા. અમરનાથે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો