તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશરફે મેલી વિદ્યા કરાવ્યાના વહેમમાં ફાયરિંગકરાયું હતું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શનિવારની રાત્રે રામપુરામાં માથાભારે અશરફ નાગોરી પર ફાયરિંગ થવાના બનાવમાં લાલગેટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં અશરફએ મેલી વિદ્યા કરાવી હોવાના વહેમમાં તેના પર ગોળીબાર કરાયાનું જણાવ્યું છે.

રામપુરામાં રહેતો માથાભારે અશરફ નાગોરી શનિવારે રાત્રે તેમના મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં મહેતાબ ભૈયા અને તેનો ભાઈ હાસિમ ભૈયા સાગરીતો સાથે આવીને અશરફ પર ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. બનાવ અંગે અશરફે લાલગેટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહેતાબ ભૈયાને અશરફે પોતાની ઉપર મેલી વિદ્યા કરી હોવાનો વહેમ હોવાનું નોંધાવ્યું હતું. આ અંગે સમાધાન કરવા માટે અલતાફ પટેલે પણ ભલામણ કરી હોવાનું જણાવ્યું છે. અશરફની આ વાત ગળે ઊતરે તેમ નથી. જોકે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને સ્થળ પરથી બૂલેટના બે ખાલી ખોખા તથા એક જીવતી કારતૂસ મળી છે. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, છેલ્લા છ મહિનાથી કોઈ બાબતે અશરફ અને મહેતાબ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષે અવારનવાર ઘર્ષણ થાય છે. પોલીસે હાલમાં આરોપી મહેતાબ ભૈયાની શોધ આદરી છે. મહેતાબ પકડાયા બાદ જ આ ફાયરિંગ પાછળનું ખરું કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો