તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાપુરી મંદિરે આજે નવચંડીયાગ આવતી કાલે 1500 કુંવારિકાનું પૂજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલા આશાપુરીમાતા મંદિરમાં આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે નવચંડીયાગ કરાશે, જ્યારે કાલે નવદુર્ગા સ્વરૂપ નવકુંવારિકા અને શાળાની 1500 જેટલી કન્યાઓનું પૂજન કરી ભોજન કરાવાશે. જ્યારે અંબાજી રોડના અંબાજી મંદિર અંબિકાનિકેતન, સપ્તશૃંગીમાતા અને અન્નપૂર્ણામાતા મંદિરમાં નવચંડી યાગ સાથે શૃંગાર અને પૂજાના કાર્યક્રમો યોજાશે.

આજે શનિવારે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે શહેરના માતાજીના મંદિરોમાં હોમાત્મક નવચંડી અને મહાઆરતીના કાર્યક્રમ યોજાશે. આ અંગે આશાપુરી માતા મંદિરના હેમંતભાઈએ જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રી નિમિત્તે મંદિરમાં રોજ મહાપૂજા, આરતી અને મહાપ્રસાદી અપાઈ રહ્યાં છે. તેની સાથે રોજ સાંજે વિવિધ કલાકારોનો ડાયરો યોજાય છે. તેમાં શુક્રવારે આઠમ નિમિત્તે સવારે મંગળા આરતી, 8 કલાકે શૃંગાર અને આરતી સાથે બાળભોગ ધરાવાશે. આ પ્રસંગે ચણા અને શિરાનો પ્રસાદ અપાશે. બપોરે 12 કલાકે રાજભોગ અને સાંજે 4 કલાકે યજ્ઞ કરાશે. રાતે રાસ-ગરબાની રમઝટ ચાલશે.

શનિવારે નવદુર્ગા સ્વરૂપ નવ કુંવારિકાનું પૂજન અને 1500 કન્યાઓને ભોજન કરાવાશે. અંબાજી રોડના અંબામાતા મંદિરના કિરણ મહારાજે જણાવ્યું હતું કે, આઠમ નિમિત્તે વહેલી સવારે આરતી, શૃંગાર અને મહાપૂજા કરાશે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે નવચંડી યાગ અને દર્શન કરાશે. પાલના અન્નપૂર્ણામાતા મંદિરમાં સવારે માતાજીને કેસરસ્નાન, પૂજા અને આરતી કરાશે. ત્યારબાદ 9 કલાકે નવચંડી યાગનો પ્રારંભ અને સાંજે 5 કલાકે પૂર્ણાહુતિ કરાશે. તાડવાડીના રાજરાજેશ્વરી મહાલક્ષ્મી મંદિર, રેશમવાડના સપ્તશૃંગી મંદિર અને બીજા મંદિરોમાં પણ વહેલી સવારથી કેસરસ્નાન, આરતી, શૃંગાર અને યાગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...