તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેસ્તાન-કરાડવા ROB બનાવવાનો અંદાજ મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભેસ્તાન સિદ્ધાર્થનગર કેનાલ પર સુરત-નવસારી અને કરાડવાને જોડતો મહત્ત્વપૂર્ણ રેલવે રેલવે ઓવર બ્રિજ (આરઓબી) માટે રૂપિયા 66 કરોડ ના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવા માટે સોમવારે જાહેર બાંધકામ સમિતિમાં એસ્ટિમેટને મંજૂર કરી સામાન્ય સભાને ભલામણ કરાઈ છે. આ બ્રિજ 989.40 મીટર એટલે કે લગભગ 1 કિ.મી. લંબાઇ નો અને બંને તરફ ત્રણ-ત્રણ લેન સાકાર કરાશે. સુરત-મુંબઈ મેઇન રેલવે લાઇન પર ભેસ્તાનના સિદ્ધાર્થનગર કેનાલ પર સુરત-નવસારી મેઇન રોડ અને કરાડવા વિસ્તારને જોડતો ઓવર બ્રિજ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જાહેર બાંધકામ સમિતિની સોમવારે મળેલી બેઠક અંગે ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, કુલ 78.90 કરોડના અંદાજ મંજૂર કરાયા છે. તેમાં, 5.23 કરોડના રોડ-રસ્તાના અને સિદ્ધાર્થનગર-કરાડવાને જોડતા આરઓબીના 66 કરોડ, કતારગામ ફાયર સ્ટેશન ખાતે જૂની બિલ્ડિંગના સ્થાને સ્ટાફ ક્વાર્ટર્સ, વાહન પાર્કિંગ શેડ તેમ જ વર્કશોપ 1 લાખ લિટર પાણીની ટાંકી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...