રિસર્ચ આસિસ્ટન્ટ માટે આવેદન કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃમધર્સ ડે નિમિત્તે રોજ સહયોગ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા વિનામૂલ્ય સ્વાસ્થ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 384 થી વધુ લોકોએ લાભ લીધો હતો. મોટા વરાછાના યમુના ચોક સ્થિત રાધિકા ઓપ્ટીમા ખાતેના સહયોગ ફિઝીયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા સવારે 9 થી 3 વાગ્યા સુધી યોજાયેલ કેમ્પમાં કમરનો દુઃખાવો, ઘુંટણનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, ખભાનો દુઃખાવો તથા અન્ય દુઃખાવા અને પેરાલિસિસ તથા બાળલકવાની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરી યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. ડૉ.આફ્રિન જાસાણીએ જણાવ્યું હતું કે મોટાભાગની મહિલાઓમાં કમર અને ગુથણ સમસ્યા વધુ જોવા મળી હતી.આ માટેના કારણો જણાવતા કહ્યું હતું કે ગૃહીણીઓમાં કામ કરવાની ખોટી રીતના કારણે અને કસરત ના અભાવે આ સમસ્યા સર્જાય છે.
અન્ય સમાચારો પણ છે...