તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાભારે અનિલ કાઠી એન્ડ ટોળકીએ પારસી યુવકને માર મારી ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સિટીલાઈટ સુટેક્સ બેંકની ગલીમાં હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે પાનના ગલ્લા પર ઈનોવા કાર લઈને માથાભારે અનિલ કાઠી તેના સાગરીતો સાથે ધસી આવી 33 વર્ષીય જમીનદલાલ ચેરાગ રૂસ્તમ ખજોટીયાને મારી નાખવાની ધમકી આપી હતી. માથાભારે અનિલે ચેરાગને ‘તું અંકિત બજાજને ઓળખે છે, તેને ફોન કર’. જોકે, અંકિત બજાજે કોલ રિસીવ ન કરતાં માથાભારે અનિલ કાઠી ને તેના સાગરીતો પારસી યુવકને ગલીમાં લઈ જઈ ‘કેમ મારો ફોન ઉપાડતો નથી’ એમ કહીને મારવા લાગ્યા હતા. માથાભારેના એક સાગરીતે ચપ્પુ કાઢીને મારવા જતાં યુવક ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો હતો. ઉમરા પોલીસે જમીનદલાલની ફરિયાદ લઈને માથાભારે અનિલ કાઠી, આશિષ પટેલ સહિત 4 સામે મારામારી ને ધમકીનો ગુનો નોંધ્યો છે. જમીનદલાલ ચેરાગ ખજોટીયા પહેલા મુંબઈમાં રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો