તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયાને ત્યાં આઈટી વિભાગના દરોડા પૂર્ણ, ડોક્યુમેન્ટ જપ્ત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક અઠવાડિયા અગાઉ આવકવેરા વિભાગ દ્વારા મહિધપુરા અને વરાછાની બે આંગડિયા પેઢી પર હાથ ધરવામાં આવેલા દરોડા પૂર્ણ થયા છે અને અધિકારીઓએ સ્થળ પરથી જપ્ત કરેલાં ડોક્યુમેન્ટનું વેરિફીકેશન શરૂ કર્યું છે. અલબત્ત, દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલાં રૂપિયા 60 લાખ કોના હતા એનો કોયડો અધિકારીઓ ઉકેલી શક્યા નથી. આથી 137 ટકા સુધીનો ટેક્સ ભરવાની જવાબદારી આંગડિયા પેઢીના કર્તાહર્તા પર આવી પડી છે.

ઇલેકશનની આચારસંહિતા વચ્ચે રૂપિયા 10 લાખથી વધુની રોકડની હેરફેર પર પોલીસ અને આઇટી વિભાગે વોચ ગોઠવી છે. એ દરમિયાન ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગને મળેલી બાતમીના આધારે નટવર ચીનુ અને અંબેલાલ હરગોવન નામની આંગડિયા પેઢી પર સરવે શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને રૂપિયા 60 લાખની રકમ મળી આવતા નિયમ મુજબ સરવે સર્ચ ઓપરેશનમાં તબદીલ થયો હતો. નોંધનીય છે કે દસ લાખની ઉપર રોકડ મળે એટલે સરવે દરોડામાં આપોઆપ તબદીલ થઈ જાય છે. ત્યારબાદ અધિકારીઓ જે તે કરદાતાના ઘરે પણ તપાસ કરી શકે છે. આઇટી સૂત્રોએ કહ્યું કે તપાસ દરમિયાન રૂપિયા 60 લાખ કોના હતા, ઇલેક્શન ફડિંગ હતું કે કોઇ વેપારીના રૂપિયા હતા એનો જવાબ મળી શક્યો નહતો. એટલે રકમ સીઝ કરવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ તપાસ પુરી થયા બાદ હવે જપ્ત ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...