તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાકા સાથે બાઈક પર ઘરે જતાં ભત્રીજાનું ટ્રકની અડફેટે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સચિન બસ સ્ટેન્ડ નજીક કાકા સાથે બાઈક પર પસાર થતા ધોરણ 11ના વિદ્યાર્થીને પાછળથી અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સચિન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉન પાટીયા ફૈઝલ નગર ખાતે રહેતો માસુમ અહેમદરજા પાશા(19) તેના કાકા નુરમહંમદ પાશા સાથે રહેતો હતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. તેના માતા-પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે. તેના કાકા પીઓપીનું કામ કરે છે. સોમવારે તે તેના કાકા નુરમહંમદ સાથે લાજપોર ખાતે બાંધકામ સાઈટ પર ફરવા માટે ગયો હતો. સાંજે તે તેના કાકા સાથે બાઈક પર ઘરે પરત જતો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા આયશર ટેમ્પોના ચાલકે ટક્કર મારતા પાછળ બેસેલો માસુમ બાઈક પરથી નીચે પટકાયા બાદ ટેમ્પોની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલા તેના કાકા નુરમોહમદભાઈને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ થતા સચિન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો