તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં પ્રતિમા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશામા, ગણેશોત્સવમાં તાપી નદીમાં એક પણ પ્રતિમા વિસર્જીત નહી થતાં તાપી મૈયાનો ખોળો સ્વચ્છ રહ્યો હતો. હવે નવરાત્રીમાં પણ નવદૂર્ગા માતાની પ્રતિમાની સ્થાપના ઠેર ઠેર થશે જેમાં એક પ્રણાલી પણ વિસર્જનની છે તેમાં, માતાની પ્રતિમાને વિસર્જીત કરવામાં આવે છે. તાપી નદીમાં કોઈ પણ પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધને પગલે માતાજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાશે. પાલિકા પાસે પોલીસે કૃત્રિમ તળાવની વ્યવસ્થા ગોઠવવા માંગ કરતાં ડક્કા ઓવારો તથા રિંગરોડ જુની સબજેલ ખાતે બે સ્થાનો પર કૃત્રિમ તળાવ સાકાર કરાશે.

શહેર પોલીસે પાલિકાને નવરાત્રીમાં દશેરાના દિવસે પ્રતિમાઓનું વિસર્જન થતું હોય તે માટે કૃત્રિમ તળાવો બનાવવા અંગેની માંગ કરી છે. તેમાં, 300 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે તેથી પાલિકાએ ડક્કા ઓવારા અને જુની સબજેલ ખાતે બે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...