તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીને FBમાં બીભત્સ ક્લીપ સેન્ડ કરતાં અમરોલીના યુવકની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માતા-પુત્રીના નામે ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ વીડિયો મોકલવા ઉપરાંત પરિવારને વેરવિખેર કરી નાખવાની ધમકી આપનારાને સાઇબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે. પોતાનાથી 14 વર્ષ નાની યુવતી સાથે પરાણે પ્રેમ કરવામાં નિષ્ફળ નીવડેલા યુવાને બદલો લેવા માટે ફેક એકાઉન્ટ બનાવ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સરથાણા પોલીસ મથકની હદમાં રહેતી એક પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમનું અને તેમની પુત્રીનું ખોટું ફેસબૂક એકાઉન્ટ કાર્યરત કરી બીભત્સ ફોટા અને વીડિયો મોકલી પરિવારને વેરવિખેર કરી નાખવાની ધમકી આપનારા સુરેશ હીરા મકવાણા (ઉ.વ.38, રહે.ઓમકાર એપાર્ટમેન્ટ, માનસરોવર સર્કલ, અમરોલી)ને સાઇબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે પકડી પાડ્યો હતો. પોસઈ જે.બી. આહીરે કહ્યું કે સુરેશ મકવાણા અગાઉ ગારમેન્ટનો વ્યવસાય કરતો હતો. ત્યારે આ માતા-પુત્રી ખરીદી કરવા જતા હોવાથી પરિચયમાં આવ્યા. સુરેશ હાલ બેકાર છે. 3 સંતાનોનો પિતા સુરેશ તેનાથી 14 વર્ષ નાની એટલે કે 24 વર્ષીય યુવતીને પોતાની સાથે પ્રેમ કરવાનું કહ્યું હતું. યુવતીએ ના પાડી હતી. જેથી સુરેશે ભાવના પટેલ અને દક્ષિતા ગોળકિયા જેવા નામના ફેક એકાઉન્ટ શરૂ કરી તેમાં માતા-પુત્રીના ઓરિજનલ ફોન નંબર સાથે અન્ય યુવતીનો ફોટો શેર કર્યો. આટલું નહીં યુવતીને બીભત્સ વીડિયો અને ફોટો મોકલ્યા. 2 માસ બાદ પોલીસ સુરેશ સુધી પહોંચી હતી.

એકતરફી પ્રેમમાં નિષ્ફળ યુવકે બદલો લેવા માતા-પુત્રીના ફેક ખાતા બનાવ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો